સૌરાષ્ટ્રભરના લોકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હોય છે તેવા રાજકોટના ઐતિહાસિક જન્માષ્ટમીના લોકમેળા અંગે કલેક્ટર ઓમપ્રકાશ દ્વારા એક પત્રકાર પરિષદ યોજીને મહત્વની વિગતો જાહેર કરવામાં આવી છે. આ વર્ષે લોકમેળાનું સત્તાવાર નામકરણ 'વિરાસત થી વિકાસ' કરવામાં આવ્યું છે. આ મેળો આગામી તારીખ 2 થી 6 સુધી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાશે, જે દરરોજ સવારથી રાત્રિના 11:30 વાગ્યા સુધી લોકો માટે ખુલ્લો રહેશે.

સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમી લોકમેળો

તાજેતરની વિવિધ ઘટનાઓને ધ્યાને રાખીને આ વખતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સિક્યોરિટીને પ્રાથમિકતા આપવામાં આવી છે. મેળામાં આવતા લાખો મુલાકાતીઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા રૂ. 12 કરોડનો ખાસ વીમો લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ભીડ પર પળેપળની નજર રાખવા માટે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) કેમેરા અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. રાઈડ્સ સંચાલકો માટે કડક SOP જાહેર કરવામાં આવી છે અને ટેકનિકલ ચકાસણી બાદ જ રાઈડ્સ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા કલેક્ટર કચેરી અને પોલીસ તંત્ર દ્વારા એક સુસજ્જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર રૂમ પણ તૈયાર કરાઈ રહ્યો છે.

12 કરોડનો વીમો, AI કેમેરા અને ડ્રોનથી રખાશે કડક નજર

આ વખતે લોકમેળાના પ્લોટ, સ્ટોલ અને રાઈડ્સની હરાજી તેમજ ફાળવણી મારફતે રાજકોટ જિલ્લા કલેક્ટર તંત્રને રૂ. 3.64 કરોડની અંદાજિત ઐતિહાસિક આવક થઈ છે.રરોજ બપોરના સમયે રાજકોટ અને આસપાસના સ્થાનિક ઉભરતા કલાકારો પોતાના હુન્નર અને સંગીતની પ્રસ્તુતિ કરશે.દરરોજ રાત્રે ગુજરાતના પ્રખ્યાત લોકસાહિત્યકારો, ગાયકો અને સાંસ્કૃતિક ગ્રુપો દ્વારા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ માટે આકર્ષક રાઈડ્સ, ખાદ્યપદાર્થોના વિવિઘ સ્ટોલ અને પીવાના ચોખ્ખા પાણી તેમજ શૌચાલયની શ્રેષ્ઠ સુવિધાઓ ઊભી કરવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad: સાયોના કલર્સ પ્રા. લિમિટેડ સામે EDની કડક કાર્યવાહી; રૂ. 9.19 કરોડની મિલકતો PMLA હેઠળ જપ્ત