રાજકોટ જિલ્લાના જસદણમાંથી એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવ્યા છે. દિવાળીના તહેવાર ટાણે જ જસદણ શહેરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમે અચાનક દરોડા પાડતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. દિલ્હીથી ખાસ તપાસ માટે આવેલી ED ની ટીમે સ્થાનિક સુરક્ષા વ્યવસ્થા સાથે આ કાર્યવાહી હાથ ધરી છે.
વકીલ રામ મકવાણાની ઓફિસમાં તપાસનો ધમધમાટ
પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ, જસદણ તાલુકા સેવા સદન બિલ્ડિંગની બરાબર સામે આવેલી વકીલ રામ મકવાણાની ઓફિસમાં ED ની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. ED ની ટીમે સીડી (સીડીના માધ્યમથી ઉપર પહોંચીને) અથવા દુકાનના તાળા ખોલાવીને અંદર પ્રવેશ કર્યો હતો અને ઓફિસની અંદર દસ્તાવેજો તથા અન્ય પુરાવાઓની સઘન તપાસ શરૂ કરી દીધી છે.
