રાજકોટની જાણીતી મારવાડી યુનિવર્સિટીમાં છેલ્લા એક મહિનાની ટૂંકી અંદર બે વિદ્યાર્થીઓ દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવવાની ગંભીર ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાને લઈને વિદ્યાર્થીઓમાં અને યુવા સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. યુનિવર્સિટી વહીવટી તંત્રની બેદરકારી સામે અવાજ ઉઠાવવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકર્તાઓ દ્વારા કેમ્પસમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્ય બિલ્ડિંગ સુધી પહોંચવાનો પ્રયાસ
વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા ABVPના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ યુનિવર્સિટીનો કોલેજ ગેટ બળપૂર્વક ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો અને મુખ્ય બિલ્ડિંગ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. આ સ્થિતિને કાબૂમાં લેવા માટે યુનિવર્સિટી કેમ્પસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.


