રાજકોટ-અમદાવાદ હાઇવે પર બસ પલટી હોવાની ઘટના સામે આવી છે. માલિયાસણ પાસે યુનિવર્સિટીની બસ રોડની સાઈડમાં પલટી મારી ગઈ હતી. આ બસમાં 30 જેટલી વિદ્યાર્થિનીઓ સવાર હતી. જોકે ઘટનામાં મોટી જાનહાની થતા ટળી હતી. આ અકસ્માતમાં 4 જેટલી વિદ્યાર્થિનીઓને ઇજા પહોંચી છે. અકસ્માત થતા ઘટના સ્થળે લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતા.
રાજકોટ-અમદાવાદ હાઇવે પર બસ પલટી
અમદાવાદ હાઈવે પર માલીયાસણથી સોખડા તરફ જતી મારવાડી યુનિવર્સિટીની બસ પલટી મારી ગઈ છે. આ બસમાં સવાર વિધાર્થીનીઓના જીવ તાળવે ચોટી ગયા હતા. આ અકસ્માતમાં 4 જેટલા વિદ્યાર્થીઓને સમય ઇજા પહોંચી છે. બસ જે દિશામાં જતી હતી જેનું વિરૂદ્ધ દિશામાં પલટી મારી ગઈ છે. આ ઘટનાની જાણ થતા લોકો એકઠા થઈ ગયા હતા.
મારવાડી યુનિવર્સિટીની બસ પલટી મારી ગઈ
જોકે આ ઘટનામાં મોટી જાનહાની થતા ટળી છે.આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના નજરે જોનાર લોકોએ કહ્યું કે આમાં ડ્રાઇવરની બેદરકારી હતી. જેના કારણે આ અકસ્માત થયો છે. આ બસમાં 30 જેટલી વિદ્યાર્થિનીઓનો આબાદ બચાવ થયો છે.









