રાજકોટમાં ફઇ- ભત્રીજી ગુમ થવાના કેસમાં નવો ખુલાસો થયો છે. ભાઈ પાસે હિસ્સો લેવા બહેને અપહરણનું તરકટ રચ્યું હતું. છેલ્લા દોઢ વર્ષથી મિલકત વિવાદ ચાલતો હતો. આ મામલે વકીલ રાજવીરસિંહ ઝાલાની સંડોવણી હોવાનું ખુલ્યું છે. ભેજાબાજ ફઈએ મોરબી પહોંચી કાર બદલાવી નાખી હતી. વકીલ બાળકી અને તેના ફઈને મૂકવા ઇન્દોર સુધી ગયો હતો. ખંડણી માંગવા માટે ઇન્ટરનેશનલ કોલ કર્યાનો ખુલાસો થયો છે.


[[$googlead]]

રાજકોટમાં ફઇ- ભત્રીજી ગુમ થવાનો કેસ

[[$alsoread]]

શહેરના અલ્કાપુરી રોડ પર રહેતા રિયાઝ માખાણીની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા લોકો સામે અપહરણનો ગુનો નોંધ્યો હતો. પોલીસને શંકા જતા પોલાસે ફઈની પૂછપરછ હાથ ધરી હતી. રીમાએ કબૂલાત કરી તે પિતાની માલિકીની કોરોડો રૂપિયાની મિલકતમાં ભાગ પડાવવા પોતે વકીલ રાજવીરસિંહ ઝાલાને મળી અને આ કાવતરૂં ઘડ્યું હતું.

મિલકતમાં ભાગ પડાવવા કાવતરૂં ઘડ્યું

આ કેસમાં જોકે પોલીસ શોધતી હોવાના ડરથી વકીલે ઉજ્જૈનમાં ઝેર ગટગટાવ્યું છે. ઈન્દોરની હોસ્પિટલમાં વકીલ રાજવીસિંહ સારવાર હેઠળ છે. પોલીસ પાછળ હોવાની જાણ થઈ જતાં અપહરણનો પ્લાન કેન્સલ કર્યો હતો. અપહરણનો પ્લાન કેન્સલ કરી પોતે જ ભાઈને ફોન કર્યો હતો.


  • Follow us on: