રાજકોટ શહેરમાં મિશ્ર ઋતુના કારણે વાતાવરણમાં બદલાવ આવતા રોગચાળાએ માથું ઊંચક્યું છે અને બીમારીઓના કેસમાં વધારો નોંધાયો છે. પ્રાપ્ત આંકડા મુજબ, શહેરમાં શરદી-ઉધરસના 874 કેસ અને તાવના 760 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ઝાડા-ઉલટીના 204 કેસ, ડેન્ગ્યુના 5 કેસ અને ટાઈફોઈડનો 1 કેસ સામે આવ્યો છે. મોસમી અને પાણી-મચ્છરજન્ય બીમારીઓના કેસ વધતા લોકોમાં સાવચેતી અને તકેદારીની જરૂરિયાત ઊભી થઈ છે.
1009 ઘરોમાં ફોગિંગની કામગીરી હાથ ધરાઈ
રોગચાળાના નિયંત્રણ અને મચ્છરજન્ય પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. વિગતો અનુસાર, શહેરમાં કુલ 1009 ઘરોમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી છે, જેથી મચ્છરોનો ઉપદ્રવ અટકાવી શકાય અને રોગચાળો વધુ ન ફેલાય.
