[[$googlead]]
રાજકોટમાં ભાજપ નેતા પર યુવતી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જસદણ પ્રભારી દિનેશ અમૃતિયા પર આક્ષેપ કરાયો છે. મૃતક પિતાની મિલકત પચાવી પાડવા પ્રયાસનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવતીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી મદદ માગી છે. મુંબઇ રહેતી દીકરીએ રાજકોટ પોલીસ પર આક્ષેપ કર્યા છે. મહિલાની જિંદગી જોખમમાં છતા ફરિયાદ નથી લેવાતી, મારા પિતાના સગા મોટા ભાઇ દાદાગીરી કરે છે. મિલકત પડાવવા ઘરમાં ઘુસી હુમલો કર્યો છે. મને અને મારી માતાને પરેશાન કરાય છે.

રાજકોટમાં ભાજપ નેતા પર યુવતી દ્વારા આક્ષેપ

મોરબીમાં એકબાજુ કડવા પાટીદાર દિકરીઓ ચિંતા કરતા નેતાઓ સભા કરી સમાજને જાગૃત કરે છે. બીજી તરફ રાજકોટમાં કડવા પાટીદાર માતા અને દીકરીની ન્યાય માટે પુકાર. ભાજપના નેતા મૃતક ભાઈની મિલકત પડાવી લેવા કારસ્તાન કરતા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. પટેલ સમજની દીકરીએ સોશિયલ મીડિયામાં મદદની કરવા અપીલ કરી છે.

રાજકોટ પોલીસ ફરિયાદ નથી લેતી

મુંબઈ રહેતી દીકરીએ રાજકોટ પોલીસ એક મહિલા જિંદગી જોખમમાં છે તેની ફરિયાદ લેવામાં આવતી નથી. સગા મોટા બાપા અને ભાઈ રાજકીય વગ ધરાવે છે. મિલકત પડાવવા ધરમાં ધુસી હુમલો કર્યો છે. પિતાની પ્રોપર્ટી પડાવી લેવા માટે માતા અને દીકરી હેરાન કરવામાં આવે છે. રડતા રડતા ન્યાય માટે કરી વાત તેની માતા પર હુમલો કરવામાં આવે છે પોલીસ ફરિયાદ નથી લેતી. પરિવાર સભ્યો આવે છે તેના CCTV પણ જાહેર કરવામાં આવ્યા છે.

  • Follow us on: