રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા કરવામાં આવ્યા છે. રક્ષાબંધન પર્વને લઈ 39 ડેરીઓમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. 15 મીઠાઈઓના નમૂના લેવામાં આવ્યા છે.કેસર પેંડા , કેસર બદામ પેંડા , ચોકલેટ પેંડા , મલાઈ પુરી સહિતના મીઠાઈઓના નમૂના લેવામાં આવ્યા છે. લાયસન્સ, એક્સપાયરી ડેટ ન લખતા નોટિસ વેપારીઓને નોટીસ આપવામાં આવી છે.સેમ્પલનો રિપોર્ટ આવતા મહિનાઓ લાગશે.

આરોગ્ય વિભાગ દ્વારા દરોડા 

ઉપવાસ અને તહેવારો દરમિયાન લોકોની આસ્થા સાથે ચેડા કરવાના કિસ્સાઓ સામે આતા હોય છે. શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા દરમિયાન મીઠાઈઓના નમૂનાઓ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.  મીઠાઈના ધંધાર્થીઓને લાઇસન્સ અને ડેટ ઓફ એક્સપાયર ન લખવા મામલે નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે. ગાયત્રી, રાધેશ્યામ, ખોડિયાર, શક્તિરાજ, તુલસી , મહેશ વિજય , ન્યૂ પટેલ, ગોકુળ સહિતની ડેરીઓમાં ચકાસણી કરવામાં આવી છે.

રક્ષાબંધન પૂર્વ 39 ડેરીઓમાં ચેકિંગ કર્યું

તહેવારોના સમયમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કેસર પેંડા, કેસર બદામ પેંડા, ચોકલેટ પેંડા, મલાઈ પુરી સહિતના મીઠાઈઓના નમૂના લેવામાં આવ્યા છે. લેવાયેલા નમૂનાનો રિપોર્ટ આવતા મહિનાઓ લાગશે.
  • Follow us on: