રાજકોટ શહેરમાં પરપ્રાંતીય શ્રમિકો વચ્ચે જૂની અદાવત અને યુવતીની છેડતી બાબતે એક સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. ઓડિશાના વતની અને રાજકોટમાં છૂટક મજૂરી કામ કરતા દુખીશ્યામ નામના યુવકની યુવતીની છેડતીના મુદ્દે ઝઘડો થતાં ત્રણેય ભાઈઓએ ક્રૂરતાપૂર્વક હત્યા નીપજાવી છે.
રાજકોટમાં યુવતીની છેડતી બાબતે ખેલાયો ખૂની ખેલ
પોલીસ તપાસમાં સામે આવેલી વિગત મુજબ, મૃતક દુખીશ્યામ અને આરોપીઓ છેલ્લા ઘણા સમયથી સાથે રહીને છૂટક મજૂરી કામ કરતા હતા. દરમિયાન મૃતક દુખીશ્યામે આરોપીઓની બહેનનો હાથ પકડી છેડતી કરી હતી. આ બાબતે ઉશ્કેરાયેલા યુવતીના ત્રણ ભાઈઓ પિંજુ ભૂરીયા, રાજેશ ભૂરીયા અને અજીત ભૂરીયાએ દુખીશ્યામને આંતરીને ઢીકા-પાટુ તથા લાકડાના ધોકા વડે ગંભીર માર માર્યો હતો. ત્યારબાદ ફેન્સિંગ વાયર વડે તેનું ગળું દબાવીને સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દીધો હતો.ઘટનાની જાણ થતાં જ રાજકોટ પોલીસનો ઉચ્ચ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
