રાજકોટમાં CAની ઓફિસમાં ITનું સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. CA પ્રણવ શાહની ઓફિસમાં તપાસ કરાઇ રહી છે. સન આર્કેડ કોમ્પલેક્ષમાં આવેલી ઓફિસમાં તપાસ ચાલી રહી છે. બોગસ ડોનેશનને લઇ IT દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બોગસ ડોનેશનમાં ટેક્સ ચોરી કર્યાની શંકા છે. રાજકીય પાર્ટીના નામે બોગસ પેઢીએ ડોનેશન કર્યુ. બોગસ પેઢીથી 200 કરોડનું બોગસ ડોનેશન કરાયું. ITની ટીમે દસ્તાવેજ સહિતની સામગ્રી જપ્ત કરી છે.


[[$googlead]]

રાજકોટમાં CAની ઓફિસમાં ITનું સર્ચ ઓપરેશન

[[$alsoread]]

રાજકોટના ચાર્ટર એકાઉન્ટર પ્રણવ શાહની ઓફિસમાં આઇટી વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. શહેરના ઢેબર રોડ ઉપર આવેલી સન આર્કેડ કોમ્પલેક્ષમાં પ્રણવ શાહની ઓફિસ આવેલી છે. દેશભરમાં બોગસ રાજકીય પાર્ટીઓને ડોનેશન આપીને ટેક્સની ચોરી કરવામાં આવી રહી છે. જોકે આ બોગસ રાજકીય પાર્ટીને રાજકોટની એક પેઢીએ રૂ.200 કરોડનું ડોનેશન આપવાનું ખુલ્યું હતું.

 રાજકીય પાર્ટીને રાજકોટની એક પેઢીએ રૂ.200 કરોડનું ડોનેશન

રાજકોટમાંથી ડોનેશન આપવામાં આવતા પટણા આઈકર વિભાગ દ્વારા રાજકોટમાં સર્ચ કરવામાં આવ્યું છે. છેલ્લા ચાર દિવસથી રાજકોટના સીએ પ્રણવ શાહની ઓફિસમાં આઈકર વિભાગે તપાસ કરી છે. જોકે રાજકોટ ઓફિસમાં તપાસ દરમિયાન અનેક શંકાસ્પદ દસ્તાવેજો અને વ્યવહારો મળી આવ્યા છે. તપાસ દરમ્યાન આગામી દિવસોમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ પણ થઈ શકે છે.

  • Follow us on: