રાજકોટ શહેરમાં દારૂબંધીના કડક અમલવારી વચ્ચે બુટલેગરો અવનવા કીમિયા અજમાવીને પ્રોહિબિશનનો માલ ઘુસાડવાના પ્રયાસો કરી રહ્યા છે. રાજકોટ પીસીબી (PCB) ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ઢેબર રોડ પર રાજકમલ ફાટક પાસે આવેલી 'શ્રી શ્યામ ટ્રાન્સપોર્ટ એજન્સી' માં શંકાસ્પદ પાર્સલ આવ્યા છે.
રાજકોટ PCB ની મોટું ઓપરેશન
બાતમીના આધારે પીસીબીની ટીમે ટ્રાન્સપોર્ટ એજન્સી પર ત્રાટકીને શંકાસ્પદ પાર્સલનો કબજો લીધો હતો. જ્યારે પોલીસે પાર્સલ ખોલીને જોયું તો તેમાં ફેસ પેક અને સ્કિન કેર જેલના ટિફિન જેવા દેખાતા પ્લાસ્ટિકના ડબ્બાઓ હતા. બુટલેગરોએ દારૂની હેરાફેરી માટે એટલું સુનિશ્ચિત પેકિંગ કર્યું હતું કે ઉપરથી જોતાં માત્ર સ્કિન કેર જેલ જ દેખાતી હતી. પરંતુ ડબ્બાને ઊંડાણપૂર્વક તપાસતાં અંદર વચ્ચેના ભાગે લાકડાનું ભૂસું ભરીને તેની અંદર દારૂની નાની બોટલો કૌશલ્યપૂર્વક ગોઠવવામાં આવી હતી.
