ગત એપ્રિલ મહિનામાં ડિસામાં ફટકાડાની ફેકટરીમાં થયેલી દુર્ઘટના બાદ પોલીસ તંત્ર દ્વારા રાજકોટમાં આવેલા ફટાકડાના 15થી વધુ મોટા વેપારીઓના 40થી 60 વર્ષ જૂના કાયમી ફટાકડાના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.


એટલે હવે રાજકોટમાં લગ્ન સિઝન દરમિયાન સહિત બારે માસ મળતા ફટાકડા વેંચાણ બંધ થઈ જશે. હવે માત્ર ફટાકડાના વેપારીઓ દિવાળી ઉપર જ ફટાકડાનું વેંચાણ કરી શકશે.

ફટાકડાના વેપારીએ જણાવ્યું હતું કે, ડિસામાં ફટાકડાની ફેકટરીમાં બલાસ્ટ થતા 22થી વધુ લોકોના મોત થયા હતા તેના પગલે રાજ્યભરમાં સરકારે ચેકીંગ હાથ ધર્યું હતુ અને ત્રણ-ચાર મહિના સુધી વેંચાણ બંધ કરાવ્યું હતું. તેમાં રાજકોટમાં ફટાકડાના 15થી વધુ કાયમી લાયસન્સદારો હતા તેના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ફટાકડા માટે નવી એસઓપી જાહેર કરવામાં આવી છે. તે મુજબ દિવાળીના તહેવારમાં રાજકોટમાં તમામ વેપારીઓને હંગામી લાયસન્સ ઈસ્યું કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

વેપારીઓએ જણાવ્યું હતું કે, ધીમે ધીમે વેપાર કરવો મુશ્કેલ બની રહ્યો છે. જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય છે તે પછી સરકાર દ્વારા નવા નિયમનો અમલવારી કરવામાં આવે છે. બીજી તરફ ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા પ્રમાણે ફટાકડાના વેચાણ અને સંગ્રહ માટે ઓછામાં ઓછુ 100 ફૂટથી નાનુ અને 270 ફૂટથી વધુની દુકાન ન હોવી જોઈએ. જે દુકાન હોય ત્યાં ઈલેક્ટ્રીક ફિટીંગ દિવાલની અંદર હોવુ જોઈએ. ફાયરના સાધનો ISI માર્ક વાળા હોવા જોઈએ.


  • Follow us on: