જેતપુર મૂળની યુવતી રાજકોટમાં રહીને જૂનાગઢ ખાતે આવેલી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી Ph.D. નો ઉચ્ચ અભ્યાસ કરી રહી હતી. આ અભ્યાસકાળ દરમિયાન તેનો સંપર્ક ચિંતન મકવાણા નામના યુવક સાથે થયો હતો. ધીમે ધીમે આ સંપર્ક પ્રેમસંબંધમાં પરિણમ્યો હતો. આરોપી ચિંતને યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાના અને સાથે જીવવા-મરવાના વચનો આપ્યા હતા.

રાજકોટમાં Ph.D. ની વિદ્યાર્થીની સાથે વિશ્વાસઘાત

લગ્નની પાકી ખાતરી આપીને આરોપીએ યુવતી સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ દરમિયાન યુવતી ગર્ભવતી બની ગઈ હતી. જ્યારે યુવતીએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે આરોપીએ વાડિયા કોર્ટમાં લગ્ન કરવાની વાત કહીને રજિસ્ટ્રેશન પણ કરાવી લીધાનો ઢોંગ કરી યુવતીને વિશ્વાસમાં લીધી હતી.યુવતી ગર્ભવતી હોવાનું સામે આવતાં આરોપી ચિંતન મકવાણાએ તેના પર દબાણ લાવીને તેનો ગર્ભપાત કરાવી દીધો હતો. ગર્ભપાત કરાવ્યા બાદ આરોપીએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો અને યુવતીને સરેઆમ તરછોડી દીધી હતી.

લગ્નની લાલચ આપી હવસનો શિકાર બનાવી

આરોપીએ અગાઉ આપેલા લગ્નના તમામ વચનો ફોક કરી દીધા હતા અને યુવતીને આ બાબત ભૂલી જવા માટે ધાકધમકીઓ આપી હતી. આરોપી ચિંતન મકવાણા સંપૂર્ણપણે ફરી જતાં આખરે પીડિત યુવતીએ પોલીસ મથકનો સંપર્ક કરી સમગ્ર આપવીતી જણાવી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને આરોપી ચિંતન મકવાણાને ઝડપી પાડી જેલભેગો કર્યો છે.

આ પણ વાંચો: