રાજકોટમાં એક અત્યંત સંવેદનશીલ અને ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં કુવાડવા રોડ વિસ્તારમાં પડોશમાં રહેતા એક શખ્સે 7 વર્ષની માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પોલીસને શંકા
પ્રાપ્ત માહિતી અનુસાર, પડોશમાં રહેતો આરોપી બાળકીને રમાડવાના બહાને પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યાં તેણે બાળકીના ગુપ્ત ભાગે, ગળા અને છાતી સહિતના નાજુક ભાગો પર ઈજા પહોંચાડી હતી. બાળકીને ગંભીર ઈજાઓ થતા આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
પોલીસે ફરિયાદ નોંધી, આરોપીની ધરપકડ
બનાવની જાણ થતાં જ બાળકીની માતાએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસને શંકા છે કે બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. હાલમાં બાળકીને ગંભીર હાલતમાં રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે બાળકીનો તબીબી રિપોર્ટ આવ્યા બાદ રિપોર્ટના આધારે આરોપી વિરુદ્ધ ફરિયાદમાં દુષ્કર્મની કલમો (POCSO એક્ટ અને IPCની અન્ય કલમો) ઉમેરવામાં આવશે. આ બનાવને કારણે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.