રાજકોટ શહેરમાં બે અલગ અલગ સ્થળે પોલીસે દરોડો પાડીને દેહ વ્યાપારનું કારસ્તાન ઝડપી પાડ્યું છે. રેસકોર્સ પાર્ક ખાતે મહિલા દ્વારા સંચાલિત દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કરીને પોલીસે 60 વર્ષીય સંચાલિકાને ઝડપી લીધી છે અને 2 યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે. શહેરના આ વિસ્તારમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ અંગે મળેલી વિગતોના આધારે પોલીસની ટીમ દ્વારા અચાનક કાર્યવાહી કરીને સ્થળ પરથી સંચાલિકાની ધરપકડ અને યુવતીઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઓરેન્જ વેલનેસ સ્પા સેન્ટર પર દરોડો
બીજા દરોડામાં ઓરેન્જ વેલનેસ સ્પા સેન્ટરના ઓઠા હેઠળ દેહ વ્યાપાર અને એક્સ્ટ્રા સર્વિસના નામે કૂટણખાનું ચલાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ સ્પા સેન્ટર પર દરોડો પાડીને સંચાલકને ઝડપી લીધો હતો અને ત્યાંથી 2 યુવતીઓને મુક્ત કરાવી હતી. સ્પા સેન્ટરની આડમાં ચાલતી આ પ્રવૃત્તિને ઝડપી પાડીને પોલીસે કાયદેસરની કાર્યવાહીની દિશામાં પગલાં ભર્યા છે.
