રાજકોટ શહેર-જિલ્લા ભાજપનના નવા સંગઠનની તૈયારી શરૂ થઈ છે, શહેર-જિલ્લામાં મહામંત્રી માટે દાવેદારોની પેનલ તૈયાર કરાઈ છે જેમાં 3 મહામંત્રી, 8 ઉપપ્રમુખ, 8 મંત્રીની નિમણૂંક કરાશે, તમામ નામોની પેનલને આખરી ઓપ આપવામાં આવ્યો છે, નામો પ્રદેશ કક્ષાએ મંજૂરી માટે મોકલવામાં આવશે અને આજે પ્રદેશમાંથી માર્ગદર્શિકા પણ આવશે.


[[$googlead]]

ગુજરાત ભાજપ પ્રદેશમાંથી આવશે નામની યાદી

રાજકોટ શહેર અને જિલ્લા ભાજપનું સંગઠન માળખું નવું બનાવવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં શહેર અને જિલ્લામાં મહામંત્રી માટે ત્રણ ત્રણ દાવેદારોની પેનલ તૈયાર થશે, માળખામાં ત્રણ મહામંત્રી, આઠ ઉપપ્રમુખ, ૮ મંત્રી અને એક ખજાનચીની નિમણૂક કરવામાં આવશે શહેર અને જિલ્લામાં નવા પ્રમુખોની નિમણૂકોને પોણા ચાર મહિના થયા છતાં સંગઠન માળખું જાહેર ન થતા કચવાટ જોવા મળ્યો હતો, નામોની પેનલને આખરી ઓપ આપી પ્રદેશમાં મંજૂર કરવા માટે મોકલી દેવામાં આવશે.

[[$alsoread]]

બે નવા નામ પેનલમાં મુકાશે

મહામંત્રીની પસંદગી માટે અમુક ધારાધોરણ નક્કી કરવામાં આવ્યું છે, કોર્પોરેટર કે બે વખત મહામંત્રી રહી ચૂકયા હોય તેવા લોકોને લગભગ નવા સંગઠનમાં સ્થાન નહી મળે, ધારાધોરણ સહિતની માર્ગદર્શિકા આજે પ્રદેશમાંથી આવશે તો બીજી તરફ માર્ગદર્શિકા મુજબ મહામંત્રીના નામોની પેનલ તૈયાર કરાશે. નવી ટીમમાં સ્થાન મેળવવા અધીરા બનેલા આગેવાનો ઝડપથી નવું માળખું રચાય અને તેમાં પોતાનો સમાવેશ થાય તેવી આશ માંડીને બેઠા છે.

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર ચહેરો હશે !

ભાજપ હાઈ કમાન્ડ આ વખતે પાટીદાર ચહેરાને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનો ચહેરો બનાવી શકે છે, સૌરાષ્ટ્રમાંથી કોઈ પણ નેતાને આ વખતે પ્રદેશ પ્રમુખની જવાબદારી મળે તેવી વાત સૂત્રો તરફથી સામે આવી રહી છે, ઓબીસીમાંથી પ્રદેશ પ્રમુખ બને તેવા નેતાના નામની વાત કરીએ તો, જગદીશ વિશ્વકર્મા, મયંક નાયક, દેવુસિંહ ચૌહાણને સ્થાન મળી શકે છે.


  • Follow us on: