રાજકોટ રેલનગર અંડરપાસમાં વગર વરસાદે પાણી ભરાવવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષના 365 દિવસ પાણી ભરાયેલું રહેતાં દરરોજના 8 થી 10 અકસ્માત સર્જાય છે. વર્ષ 2017માં 17 કરોડના ખર્ચે નિર્મિત આ અંડરપાસનું દોઢ વર્ષ પહેલાં જ 60 લાખના ખર્ચે સમારકામ કરાયું હતું. છતાં સમસ્યા યથાવત છે. ત્યારે મેયરે એજન્સીને નોટિસ આપી દંડાત્મક કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે.


[[$googlead]]

રેલનગર અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા

[[$alsoread]]

રાજકોટમાં રેલનગર અંડરબ્રિજમાં પાણી ભરાતા હાલાકી લોકોને હાલાકી પડી રહી છે. વગર વરસાદે અંડરબ્રિજમાં પાણી ભરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. લાખોનો ખર્ચ કરવા છતાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત રહી છે. દોઢ વર્ષ પહેલા 60 લાખના ખર્ચે કામગીરી કરાઇ હતી.

એજન્સીને નોટિસ આપી દંડાત્મક કાર્યવાહી

2017માં 17 કરોડના ખર્ચે અંડરબ્રિજ બનાવાયો હતો. પાણી ભરાતા રોજ 8થી 10 જેટલા અકસ્માત થાય છે. આ અંડરપાસનું દોઢ વર્ષ પહેલાં જ 60 લાખના ખર્ચે સમારકામ કરાયું હતું. આ મામલે મેયરે જણાવ્યું કે એજન્સીને નોટિસ આપી કાર્યવાહી કરાશે 48 કલાકમાં પાણીનો નિકાલ કરાશે.


  • Follow us on: