રાજકોટ શહેરમાં તહેવારોની ઉજવણી અને લોકોમાં અનેકણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા નગરજનો માટે એક ભવ્ય આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ આતશબાજીના અદભુત કાર્યક્રમને નિહાળવા માટે રેકોર્ડબ્રેક ભીડ એકત્ર થઈ હતી. આકાશમાં ખીલેલા રંગબેરંગી રોશનીના નજારાએ સૌ કોઈનું મન મોહી લીધું હતું.

આકાશ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું

રાજકોટ મનપા દ્વારા નાગરિકોના મનોરંજન અને તહેવારના ઉત્સાહને બેવડવા માટે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ખાસ આતશબાજી શોનું આયોજન કરાયું હતું. નિર્ધારિત સમયે જ ગ્રાઉન્ડ પર એક પછી એક અદભુત ફટાકડા અને આતશબાજીના કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. આકાશમાં છોડવામાં આવેલા રંગબેરંગી રોકેટ અને આકર્ષક આતશબાજીના કારણે આખો રેસકોર્સ પરિસર ઝળહળી ઉઠ્યો હતો અને ઉપસ્થિત જનમેદનીએ તાળીઓના ગડાડાટ સાથે આ નજારાને વધાવી લીધો હતો.

મેયર અને ધારાસભ્યોએ હાજરી આપી

આ ભવ્ય કાર્યક્રમની લોકપ્રિયતા એટલી રહી કે રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ઉમટી પડ્યા હતા. અંદાજે 50 હજારથી વધુ લોકો આ આતશબાજી કાર્યક્રમના સાક્ષી બન્યા હતા. આ જનસેવા અને ઉત્સવના અવસરે રાજકોટના મેયર સહિત મનપાના પદાધિકારીઓ, વહીવટી અધિકારીઓ તેમજ સ્થાનિક ભાજપના ધારાસભ્યો અને અગ્રણી આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મનપાના આ સુંદર આયોજનથી શહેરીજનોએ પરિવાર સાથે અદભુત આનંદ માળ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો