રાજયમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે નદીઓ, જળાશયો અને ડેમમાં નવા નીર આવ્યા છે. આ નવા નીરના કારણે પાણીની સપાટી વધી રહી છે. અને સિંચાઇ માટે પાણી પુરુ પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ખેડૂતોમાં વરસાદ અને નવા નીરને જોઇને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ સહિત સમગ્ર પંથકમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ત્યારે અમુક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ પેદા થઇ છે.


રાજકોટમાં ભારે વરસાદ

રાજકોટમાં ભારે વરસાદથી ડેમમાં નવા નીરની આવક થઇ રહી છે. આજી, ભાદર અને ન્યારી ડેમમાં નવા નીર આવવાનો પ્રારંભ થયો છે. ભાદર, આજી અને ન્યારી ડેમમાં નોંધપાત્ર પાણીની આવક જોવા મળી છે. લાલપરી, ફોફળ, વેણુ સહિતના ડેમમાં નોંધપાત્ર આવક થઇ છે. તો સિંચાઈ વિભાગ હસ્તના 9 ડેમમાં નવા નીર આવ્યા છે. આ ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતો ખુશ થયા છે. અને નવા પાક માટે તૈયારીઓ કરી રહ્યા છે.

રાજ્યમાં વરસાદી કહેર

રાજ્યમાં વરસાદી કહેર જોવા મળ્યો છે. જેના કારણે સમગ્ર પંથકમાં પાણી જોવા મળ્યુ છે. જળબંબાકારની સ્થિતિમાં જન-જીવન ખોરવાયુ છે. રસ્તા પર કમર સુધીના પાણી ભરાયા છે. અને વાહનોના સ્થાને હોડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

  • Follow us on: