આગામી તા.22 સપ્ટેમ્બરને સોમવારથી નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે શહેરમાં ગત વર્ષ કરતા આ વર્ષે પ્રાચીન-અર્વાચીન રાસોત્સવના આયોજનની સંખ્યામાં પણ વધારો થયો છે.
જેમાં 32 અર્વાચીન રાસોત્સવ ઉપરાંત 73 પ્રાચીન ગરબી, 573 શેરી ગરબી મળી કુલ 678 જેટલા આયોજન થશે. ખાસ કરીને વધુ વોલ્યુમ સાથે સાઉન્ડ સિસ્ટમ લગાવાય છે તેવા આયોજનો માટે નિયમો અને માર્ગદર્શિકા પોલીસ દ્વારા જાહેર કરાયા હતા. હાઈકોર્ટે નવરાત્રી પૂર્વે ડી.જે.ના ધ્વનિ પ્રદુષણ મુદે પોલીસ પગલાના મુદે ટકોર કરી છે. ત્યારે લોકોની અને મહિલાઓની સલામતિ માટે 1,000 પોલીસ તૈનાત રાખવામાં આવશે.










