સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના પાંચ દિવસીય 'શૌર્યનું સિંદૂર' લોકમેળામાં વરસાદની રમઝટ વચ્ચે ચાર દિવસમાં 10 લાખથી વધુ લોકો ઉમટી પડયા હતા.


સાતમ અને આઠમે સૌરાષ્ટ્રમાંથી 6.50 લાખ લોકો ઉમટી પડતા મેળામાં ખાણીપીણી, રમકડા, આઈસક્રીમ, રાઈડ્સ સહિતના વેપારીઓને તડાકો બોલી ગયો હતો. નોમને રવિવારના દિવસે પણ 1.17 લાખ લોકોએ મેળો માણ્યો હતો સોમવારે મેળાનું સમાપન કરવામાં આવશે. સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું કે, આ વખતે લોકમેળાએ પ્રથમ દિવસથી જ જમાવટ કરી હતી. પ્રથમ દિવસે મેળામાં 2.67 લાખ લોકો, સાતમે 3.15 લાખ અને આઠમના દિવસે તો રેકોર્ડબ્રેક 3,54,217 લોકોએ મેળાની મુલાકાત લીધી હતી. ગત વર્ષે વરસાદમાં ધોવાઈ ગયેલા મેળાનો વકરો આ વર્ષે કરી લેવામાં આવ્યો હતો. રાઈડ્સની ટિકિટનું ભાવ બાંધણુ કરવામાં આવ્યા બાદ પણ સંચાલકોએ લોકો પાસેથી ડબલ ભાવ વસુલ્યા હતા.


  • Follow us on: