રાજકોટના તરૂણો અને યુવાપેઢીએ સાવધાન થવાની જરૂર છે તેવો ચિતાર હાર્ટએટેકના વધતા કિસ્સા પરથી મળે છે. રાજકોટમાં દર મહિને 200થી વધુ લોકો હાર્ટએટેકથી મૃત્યુ પામે છે. જેમાં તરૂણો અને યુવાનોની સંખ્યા પણ વધી રહી છે.


શહેરમાં વર્ષ 2020માં કાતીલ કોરોનાએ અનેક માનવ જીંદગીના ભોગ લીધા બાદ હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે શહેરમાં 6 માસમાં 1285 માનવ જીંદગી હાર્ટ એટેકથી હોમાઈ જતા લોકોમાં ચિંતાનું મોજું ફરિ વળ્યું છે. અને યુવાવર્ગમાં હાર્ટની બિમારીનું પ્રમાણ સૌથી વધારે જોવા મળી રહ્યું છે. હાર્ટ એટેક આવવાનું મુખ્ય કારણ પુરતી ઉંધ ન લેવી, બહારનું જંગફુડ ખાવું-પીવું સહિતના છે.

કોરોના વાયરસ બાદ હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. નબળી જીવનશૈલીના કારણે હાર્ટ સંબંધિત રોગોનું જોખમ ઝડપથી વધી ગયું છે. કોરાના બાદ હાર્ટ એટેકનો માત્ર ઉલ્લેખ લોકોના દિલમાં ગભરાટ પેદા કરે છે. એક સમય હતો જયારે હાર્ટ એટેકના કિસ્સાઓ માત્ર વૃધ્ધોમાં જ સાંભળવા મળતા હતા.પરંતુ આજકાલ યુવાવર્ગને સૌથી વધુ હુમલાઓ આવવા લાગ્યા છે. જેનું મુખ્ય કારણ ધમનીઓ અને હ્ય્દયમાં બ્લોકેજ છે. જેના કારણે હાર્ટ એટેકથી સમસ્યા વધવાલાગી છે. શહેરમાં છેલ્લા 6 માસમાં બાળકો થી માંડી 1000થી વધુ લોકોના હાર્ટ એટેકથી મોત નિપજયાનો આંકડો પોલીસ તંત્રના ચોપડે નોંધાયો છે. ખાસ કરીને યુવાવર્ગમાં હાર્ટ એટેકનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. જે ચિંતાજનક વાત છે. 6 માસમાં 13થી 25 સુધીની વયના 200 યુવાઓ, તથા 26થી 35 વર્ષના 300 , તેમજ 35 થી 42ની વર્ષના 250, 45થી 60 વયના 190, અને 65 થી 95 વર્ષના 325 વર્ષ લોકોનો હાર્ટ એટેકથી મોત નિપજયામાં સમાવેશ થાય છે.

હદય માટે સાતથી નવ કલાકની ઊંઘઃ ન ઓછી ન વધુ

દિવસ અને રાત દરમિયાન હૃદયના ધબકારા અને શરીરના રાસાયણિક સ્્રાાવમાં ભિન્નતા હોય છે. 2021માં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે હૃદયની સ્વસ્થતા માટે રોજ સાતથી નવ કલાકની ઊંઘ જરૂરી છે. જે લોકો સાત કલાકથી ઓછી અને નવ કલાકથી વધારે ઊંઘ લે છે તેમના હૃદયની કાર્યક્ષમતા ઓછી હોવાનું જાણવા મળ્યું છે.

કોરોનાને દોષ ન આપોઃ લાઈફ્ સ્ટાઈલમાં સુધાર લાવો

દર વર્ષે સરેરાશ એક લાખ લોકો પૈકીના 800થી 1300 લોકોને હાર્ટ ઍટેક આવે છે. કોરોના ઈન્ફ્ેક્શનનું પ્રમાણ વધારે હતું ત્યારે આપણે બધાએ વૅક્સિન લીધી હતી. 800થી 1300 લોકોને હાર્ટ ઍટેક આવે તે સામાન્ય વાત છે. વૅક્સિનેશનથી એવા લોકોની સંખ્યામાં વધારો થયો નથી. દસ લાખમાંથી કદાચ એકાદ વ્યક્તિને વૅક્સિનેશન પછી હાર્ટ ઍટેક આવવાની શક્યતા હોય છે.


  • Follow us on: