રાજકોટ શહેરના જંક્શન પ્લોટ વિસ્તારમાં આવેલા કોલસાવાડી સર્કલ પાસે એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં આવેલા જય એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી 24 વર્ષના યુવકે પડતું મૂકતાં તેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક અનુમાન મુજબ યુવકે એપાર્ટમેન્ટની બાલ્કનીમાંથી કૂદકો લગાવી આપઘાત કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
બાલ્કનીની રેલિંગ પણ તૂટી ગઈ
યુવકે ત્રીજા માળેથી પડતું મૂકતાં એપાર્ટમેન્ટની બાલ્કનીની લોખંડની રેલિંગ પણ તૂટી ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકો એકઠા થઈ ગયા હતા.
