રાજકોટ શહેરમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટમાં બે તરૂણી સહિત પાંચ લોકો સંક્રમિત થયા છે. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં બીજા દિવસે પણ એક પણ નોંધાયો નથી.જ્યારે જામનગરમાં વધુ ત્રણ કેસ નવા મળ્યા છે. રાજકોટ શહેરમાં સખીયાનગરમાં 82 વર્ષના વૃધ્ધા, સરદારનગરમાં 52 વર્ષના આધેડ, ન્યુ નહેરૂનગરમાં 13 વર્ષની તરૂણી, નિર્મલા કોન્વેન્ટ રોડમાં 17 વર્ષની તરૂણી અને સ્પીડ વેલા પાર્ટી પ્લોટ ચોકમાં 68 વર્ષના વૃધ્ધ કોરોનાની ઝપટે ચડયા છે. અત્યાર સુધીમાં રાજકોટમાં 206 કેસ નોંધાયા છે તેમાંથી આજે 9 સહિત કુલ 165 દર્દીઓ સાજા થયા છે અને હજૂ 41 કેસ એક્ટીવ છે.


રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે પણ એકપણ કેસ નોંધાયો નથી છેલ્લા 21 દિવસમાં ગ્રામ્ય વિસ્તારમાં કુલ 44 કેસ મળી આવ્યા છે. તેમાંથી 38 દર્દીઓ સાજા થયા છે અને હજૂ 6 કેસ એક્ટીવ હોવાનું આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યું છે. જામનગરમાં તા.21મી જુને કોરોનાના વધુ 3 કેસ આવતા કુલ કેસની સંખ્યા 1 પર ઉપર પહોંચી છે.


  • Follow us on: