રાજકોટ મહાપાલિકાનો વહિવટી ટી.આર.પી. કાંડ પછી સતત પડેલા રાજીનામાના કારણે કથળી રહ્યો છે.
શાસકો નવી નિમણૂક કરાવવામાં સરિયામ નિષ્ફળ ગયા હોવાથી હાલ માત્ર એક કમિશનર નીચે ત્રણના સ્થાને એક ડી.એમ.સી. અને બે ઈન્ચાર્જ તેમજ ચાર સિટી ઈજનેરના સ્થાને 1 સિટી ઈજનેર અને બાકીના ઈન્ચાર્જથી વહિવટ ચાલી રહ્યો છે.
મહાપાલિકામાં 200થી વધુ જગ્યાઓ ખાલી પડેલી છે અને તેમાંથી કેટલીક નિમણૂકો તાજેતરમાં કરવામાં આવી છે પણ અધિકારીઓની નિમણૂક પૈકી સરકાર નિયુક્ત બે ડી.એમ.સી.ની જગ્યા લાંબા સમયથી ખાલી પડેલી છે. ઈસ્ટમાં સરકારે ઈન્ચાર્જ આપેલા છે તે પોતાની મૂળજગ્યા પ્રાદેશિક નગર પાલિકા નિયામકની કામગીરીમાંથી સમય મળે ત્યારે મનપાની કચેરીમાં આવે છે. અગાઉ કમસેકમ એક આસિસ્ટંટ કલેકટર કક્ષાના અધિકારી મનપામાં રહેતા હતા. છેલ્લે ગુરવાણી હતા તેમની ગાંધીધામ બદલી થયા બાદ નવી નિમણૂક કરી નહિ હોવાથી અનેક કામો રઝળતા રહ્યા છે. જે રીતે વહિવટી અધિકારી નથી તેવી રીતે ટેકનીકલ વીંગ સંભાળતા સિટી ઈજનેરોની જગ્યાઓ પણ ખાલી પડેલી છે. તેમાં હાલ એક માત્ર સિટી ઈજનેર અઢીયા છે અને તેમની પાસે પ્રોજેકટ , આવાસ,રાજપથ ,સહિતની કામગીરી છે.