ગુજરાતના રાજકોટ (Rajkot) શહેરમાં આંગડિયા પેઢીમાં થયેલી લૂંટના ગુનામાં પોલીસને મોટી સફળતા મળી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશન (B Division Police Station) વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢી (Angadia Firm) માં રૂપિયા 19 લાખ (Rs. 19 Lakh) ની લૂંટ (Robbery) ચલાવીને ફરાર થઈ ગયેલા મુખ્ય બે આરોપીઓ (2 Main Accused) ને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના આગ્રા (Agra) થી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ પકડથી બચવા માટે આ બંને આરોપીઓ ઉત્તર પ્રદેશમાં છુપાઈને રહેતા હોવાની વિગતો સામે આવી છે.
મથુરા જિલ્લાના રહેવાસી બંને આરોપીઓ રીઢા ગુનેગાર
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ઝડપાયેલા બંને આરોપીઓ ઉત્તર પ્રદેશના મથુરા (Mathura) જિલ્લાના રહેવાસી છે. તેમાં મુખ્ય આરોપી આશમહમદ (Aashmahammad) સામે હત્યા પ્રયાસ, લૂંટ અને આર્મ્સ એક્ટ (Arms Act) સહિત કુલ 23 ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે બીજા આરોપી વિજયકુમાર (Vijaykumar) સામે પણ હત્યા, હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
