છોરું કછોરું થાય પણ માતા કુમાતા ન થાય. પરંતુ *મા* શબ્દને લાંછન લાગે અને ક્ષણભર માટે લોકોના હ્ય્દય દ્રવી ઉઠી એવી એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં જસદણના ભૂતડા મહાદેવ મંદિરની પાછળ અવાવરૂ વિસ્તારમાં એક માતાએ બાળકીને જન્મ આપી ત્યજી દીધી હતી. બાળકીનું રૂદન સંભળાતા પસાર થતા લોકોએ ટોર્ચથી જોતા એક ચાદરમાં લપેટાયેલું નવજાત શિશુ મળી આવ્યું હતું. 108ને જાણ કરી હતી. પરંતુ બાળકીની હાલત નાજૂક જણાતા વધુ સારવાર અર્થે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડાઈ છે.
જસદણમાં ભૂતડા મહાદેવ મંદિર પાછળ અવાવરૂ ભાગેથી રાત્રીના બાળકનો રડવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. જેને લઈ આસપાસના વિસ્તારમાં રહેતા લોકો એકઠા થઈને તપાસ કરતા-કરતા અવાવરૂ જગ્યા પાસે ટોર્ચથી જોતા એક ચાદરમાં ત્યજી દીધેલું નવજાત શિશુ મળી આવતા લોકોમાં ચર્ચા જાગી હતી. ઘટનાની પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી જઈ 108 બોલાવી હતી. ફરજ પરના ઈએમટીએ નવજાત બાળકીનું કોર્ટ કલેમ કરી પ્રથમ સારવાર અર્થે જસદણ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડાઈ છે. હાલ જસદણ પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં નવજાત શિશુનું વજન 100 ગ્રામથી પણ ઓછું છે. જેથી તેની હાલત અત્યંત ગંભીર હોવાથી રાજકોટ સારવારમાં ખસેડાયું છે.










