રાજકોટના ટી.આર.પી. કાંડ બાદ લેવાયેલા ક્રમશઃ પગલામાં ફાયર એન.ઓ.સી. અને બી.યુ.ના નિયમોને કડક રીતે લાગુ કરાયા હતા.


અગ્નીકાંડ બાદ ઈમ્પેકટમાં મૂકાયેલી ફાઈલો માટે પણ ફાયર એન.ઓ.સી. લેવાનું જણાવાતા ઈમ્પેકટમાં મૂકાયેલી 1582 ફાઈલમાં એન.ઓ.સી. લેવા અરજી કરવામાં આવી હતી જેમાંથી માંડ 84 મંજૂર રહી છે. બાકીમાં કાર્યવાહી ચાલી રહયાનો નિર્દેશ અપાયો છે.

મનપાના સૂત્રોએ કહયું હતું કે, મહાપાલિકાના 18 વોર્ડમાંથી ઈમ્પેકટમાં આવેલી ફાઈલો પૈકી હોસ્પિટલ, શાળા વિગેરેમાં ફાયર એન.ઓ.સી. જરૂરી હોવાથી તે માટે અરજીઓ માંગવામા આવી હતી. મનપા પાસે રજૂ કરાયેલી 5000થી વધુ ઈમ્પેકટની ફાઈલ પૈકી 1482 ફાઈલમાં ફાયર એન.ઓ.સી. પણ માંગવામાં આવ્યા હતા. મનપાની ફાયર શાખા દ્વારા ચકાસણી કરીને 84માં એન.ઓ.સી. આપવામાં આવી છે. બાકીમાં તપાસ અને અન્ય પૂર્તતાઓ ચાલી રહી છે. જે પૂર્ણ થશે ફાયર એન.ઓ.સી. આપી દેવામાં આવશે. મનપાના ત્રણે ઝોનવાર વિગતો જોઈએ તો સૌથી વધુ અરજી વેસ્ટ ઝોનમાં 1127 કરવામાં આવી હતી તેમાંથી 25 મંજૂર થઈ છે. ઈસ્ટ ઝોનમાં ઝોનમાં કુલ 109 અરજી પૈકી 26માં મંજૂરી અપાઈ છે. જયારે સેન્ટ્રલ ઝોનમાં 246 અરજી કરવામાં આવી હતી તેમાંથી 33 મંજૂર થઈ છે.


  • Follow us on: