રંગીલા રાજકોટવાસીઓના પ્રિય દૂંદાળા દેવનો તહેવારનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે.


ગણપતિ બાપ્પાની સ્થાપનાને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 27મા વર્ષે 'ત્રિકોણ બાગ કા રાજા'એ ભગવાન વિષ્ણુના સ્વરૂપવાન ગણપતિ દેવની મૂર્તિનું સ્થાપન થશે. નાસિકથી મૂર્તિ અહીં આવી અને રાજકોટના ડાયમંડના કારીગરો દ્વારા હાથેથી બાપ્પાની મૂર્તિનો શણગાર કરવામાં આવ્યો છે. અન્ય ગણપતિ 'એસ કે ચોક કા રાજા'એ પણ હાલ બાપ્પાને આવકારવા થનગની રહ્યા છે. આ વખતે ગણપતિ બાપ્પાને સિંહાસન પર બિરાજમાન કરાયા છે. ગણેશોત્સવ દરમિયાન ભક્તિની સાથે ઇશ્વર વિવાહ, રાસ-ગરબા, બટુક ભોજન જેવા અનેક કાર્યક્રમો પણ રહેશે.


  • Follow us on: