સૌરાષ્ટ્રમાં પાછોતરા વરસાદમાં ભાદર સહિતના જળાશયોમાં ધીમીધારે પાણીની આવક ચાલુ રહેતા સપાટીમાં વધારો થયો છે અને ડેમમાં પાણીની આવક વધતા ફરીથી ડેમના દરવાજા ખોલવા પડયા છે.
તેમાં 10 ડેમના એક-એક અને ચાર ડેમના બે-બે દરવાજા ખોલવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમ ગઈકાલે છલકાયા બાદ આજે પણ ડેમમાં ધીમી ધારે પાણીની આવક ચાલુ રહી છે. ડેમ છલકાઈ જતા એક દરવાજો ખોલવામાં આવ્યો છે. સુરવો, ડોંડી, છાપરવાડી-2, મચ્છુ-2-3, રંગમતિ, ફલઝર, ઉમીયાસાગર ડેમના એક-એક દરવાજા ખોલવામાં આવ્યા છે. જ્યારે મોજ, વેણુ-2, ભાદર-2 અને વર્તુ-2ના બે-બે દરવાજા ખોલાયા છે. રાજકોટના સિંચાઈ વિભાગ હસ્તકના 15 ડેમ અને દ્વારકા જિલ્લાના 11 ડેમ સહિત મોરબી, જામનગર અને સુરેન્દ્રનગરના 48 ડેમ 100 ટકા ભરાયા છે.










