જેતપુર તાલુકાના દેરડી ગામે પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે ખેડૂત મહેશભાઈ લાધાભાઈ ગોંડલીયાએ પોતાના સાડા ત્રણ વીઘામાં લહેરાતા અંદાજે 2,000 મણ જેટલા ડુંગળીના પાકમાં ઘેટાં-બકરાં ચરવા મૂકી દઈ વિરોધ નોંધાવ્યો છે. ખેડૂત મહેશભાઈએ જણાવ્યું કે, ખેતીમાં મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને પાક તૈયાર કર્યો છે. પરંતુ હાલ બજારમાં ડુંગળીના મણના ભાવ માત્ર રૂ.50 બોલાઈ રહ્યા છે. જેની સામે ડુંગળી ઉપાડવાની મજૂરી રૂ.400 અને કટિંગના રૂ.70 થાય છે. જો પાક યાર્ડમાં લઈ જઈએ તો ભાડું અને મજૂરી બાદ કરતા ખેડૂતના હાથમાં કશું આવતું નથી, ઉલટાનું ઘરના પૈસા જાય તેવી સ્થિતિ છે. ખેતરમાં પાક લણવા કરતા ઘેટાં-બકરાંને દાન કરવો વધુ યોગ્ય લાગ્યો.



  • Follow us on: