રાજકોટ શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ (જન્માષ્ટમી) ની અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. નંદઘેર આનંદ ભયો જય કન્હૈયા લાલ કી ના નાદ સાથે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. વિવિધ વિસ્તારોમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

મઘરવાડા ગામમાં મટુકી ફોડ મહોત્સવ યોજાયો

રાજકોટ તાલુકાના મઘરવાડા ગામમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે વિશેષ મટુકી ફોડ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના નાના-મોટા સૌ કોઈ આ ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા હતા. કૃષ્ણ જન્મના વધામણાં કરવા માટે ગામલોકોએ ગોવિંદા મંડળીઓ રચીને પરંપરાગત શૈલીમાં માખણ ભરેલી મટુકી ફોડીને તહેવારની ધામધૂમથી ઉજવણી કરી હતી.

યુવાઓએ રાસ-ગરબા અને ઉત્સવની માણી મોજ

આ ઉત્સવમાં ખાસ કરીને યુવાનોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. યુવા વર્ગે મટુકી ફોડ સ્પર્ધામાં ભાગ લેવાની સાથે-સાથે ઢોલના તાલે રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનોએ એકત્રિત થઈને કૃષ્ણ જન્મોત્સવનો આનંદ માણ્યો હતો અને સમગ્ર વિસ્તાર ભક્તિરસમાં સરોબોર થઈ ગયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો