રાજકોટના લક્ષ્મીનગર ફીડર વિસ્તારમાં અચાનક વીજકાપ સર્જાતા નાના-મોટા અંદાજે 1,000 જેટલા કારખાનાઓ અડધો દિવસ બંધ રહ્યા હતા. એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર, વીજ તંત્ર દ્વારા મેન્ટેનન્સના નામે આ કાપ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે ઉદ્યોગકારો અને કામદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ઓર્ડરનું ભારણ વધતા ઉદ્યોગકારોમાં આક્રોશ
તહેવારોની મોસમ અને દિવાળી ટાણે કારખાનાઓમાં વધુમાં વધુ ઓર્ડરો પૂરા કરવાનું દબાણ હોય છે. આવા મહત્ત્વના સમયે વીજકાપ રહેવાથી દૈનિક કામગીરી અને પ્રોડક્શન સંપૂર્ણપણે અટવાઈ ગયું હતું. ઉદ્યોગકારોનું કહેવું છે કે તંત્ર અગાઉથી આ મેન્ટેનન્સનું આયોજન રવિવારના બદલે અગાઉથી વિચારીને કરી શકતું હતું.
