રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હંમેશા વિવાદોના વાદળોમાં જ ઘેરાયેલુ રહે છે.


ગત વર્ષે કેનોપી પડી તો આ વર્ષે તો રૂ.326 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવા ટર્મિનલમાં માત્ર 187 દિવસમાં અરાઇવલ કન્વેયર બેલ્ટ પાસે વરસાદી પાણી ટપકવા લાગતા નીચે ડોલ મૂકી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગુજરાતના પ્રથમ ગ્રીનફ્લ્ડિ એરપોર્ટ એટલે કે રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પાણીની કમી રહેતી જ નથી. કારણ કે અહિંયા રૂ.326 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા નવા ટર્મિનલ પર અગાઉ જ્યારે સામાન્ય વરસાદમાં પાણી ટપકવા લાગ્યુ હતું તો ફૂલના કૂંડા મૂકી ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. હવે તહેવારો ટાણે જ મુસાફરોની પણ સંખ્યા વધુ હોય ત્યારે નવા ટર્મિનલમાં અરાઇવલ કન્વેયર બેલ્ટ ઉપરની છત જ લીકેજ થઈ થઈ હતી. જાણે પાણીનો ધોધ પડતો હોય તેવા દ્રશ્યો કહેવાતા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સર્જાતા મુસાફરોને પણ હાલાકી ભોગવવી પડી હતી.


  • Follow us on: