રાજકોટ મનપાની તપાસમાં સામે આવ્યું છે કે, ઉત્પાદક લાઇસન્સ વગર કરતા હતા વેચાણ અને મનપાએ ગોકુલ પેઢીને નોટિસ ફટકારી છે, રવિરત્ન પાર્ક પાસે આવેલ ગોકુલ પેઢીમાંથી 350 કિલો સડેલી બદામનો જથ્થો ઝડપાયો છે અને મનપાની ટીપર વાનમાં આ સડેલી બદામનો જથ્થો નાખી દેવામાં આવ્યો છે, તો બીજી તરફ વેપારી ફુડનું લાયસન્સ વિના વેચાણ કરતો હોવાની વાત પણ સામે આવી છે.


[[$googlead]]

ડ્રાયફ્રુટનું પ્રોસેસિંગ કરતી ગોકુલ એન્ટરપ્રાઇઝ પેઢીમાં તપાસ કરાઈ હતી

દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં ચોક અને ગલીઓમાં વહેચાતા ડ્રાયફ્રુટની વસ્તુઓ ખરીદતા લોકો માટે ચેતવા જેવો કિસ્સો નોંધાયો છે. મહાપાલિકાન ફુડ વિભાગ દ્વારા શહેરમાં અનેક જગ્યાએ ડ્રાયફ્રુટાન વેપારીઓને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતુ. તે દરમિયાન રવિરત્ન પાર્ક ચોકમાંથી બે લાખની કિંમતનો સડેલા બદામ વહેચાય તે પૂર્વે ફુડ વિભાગની ટીમે જથ્થાનો નાશ કરતા વેપારી આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ફુડ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, રવિરત્ન પાર્ક ચોક પાસે રવિરત્ન સોસાયટી શેરી નં.ર કોર્નર, બ્લોક નં, E-૨૭૦ ખાતે ડ્રાયફ્રુટનું પ્રોસેસિંગ કરતી ગોકુલ એન્ટરપ્રાઇઝ પેઢીમાં તપાસ કરાઈ હતી.

વેપારીને લાયસન્સ લેવા બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી

સ્થળ પર મશીન પર બદામ(ડ્રાયફુટ)નું કટિંગ પ્રોસેસિંગ કરવામાં આવતુ હતુ અને જે બદામ(ડ્રાયફ્રુટ) નો જથ્થો પ્રાથમિક દ્રષ્ટિએ સડેલો(કાણાવાળા), ડેમજ થયેલો તેમજ ખોરા થયેલો માલૂમ પડતા કુલ૩૨૫ કિ.ગ્રા. બદામ, કિંમત રૂ. ૨ લાખનો જથ્થો માનવ આહાર માટે અયોગ્ય હોવાનું વેપારીએ સ્વીકારેલ આથી નાશ કરવામાં આવેલ અને વેપારીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજિનિક કન્ડિશન જાળવવા તથા ઉત્પાદક તરીકે લાયસન્સ લેવા બાબતે નોટિસ ફટકારવામાં આવેલ. 

[[$alsoread]]

  • Follow us on: