રાજકોટમાં સ્નાનઘરને સીવણ ક્લાસ બનાવ્યું હોવાની વાત સામે આવી છે જેમા વોર્ડ 13ના ભાજપ આગેવાન ધર્મેશ જરીયાની કરતૂત સામે આવી છે, સ્વામિનારાયણ ચોક નજીક મનપાની મિલકત પચાવી સીવણ કલાસ શરૂ કરી ધીધા છે અને મહિલાઓ પણ સીવણ કલાસ માટે આવી રહી છે, ભાજપ આગેવાન અને સ્થાનિક કોર્પોરેટરની મિલીભગતથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે.
સ્નાનઘરને સીવણ ક્લાસ બનાવી ઉઘરાણા શરુ કર્યા
તો મહત્વની વાત તો એ છે કે, કલાસ પણ શરૂ કરી દીધા છે, મહિલા દીઠ મહિને રુ. 700ના ઉઘરાણા શરુ કર્યા છે, તો આ વાતની જાણ ડેપ્યૂટી કમિશનરને થતા તેમણે સીવણ ક્લાસ બંધ કરવાનો આદેશ પણ કર્યો છે, ડે.કમિશનરનો આદેશ ઘોળીને પી ગયા ભાજપ આગેવાન, સ્વામિનારાયણ છીંક નજીકની મનપાની મિલકત કબજે કરી છે, સ્થાનિક ભાજપના આગેવાન ધર્મેશ જરીયા એ સ્થાનિક કોર્પોરેટરની મદદ વડે જગ્યા કબજે કરી હોવાની ચર્ચા રાજકોટમાં ચાલી રહી છે.
માઠા પ્રસંગના સ્નાન ઘરને સીવણ ક્લાસના રૂપમાં ફેરવી કબજો કર્યો !
માઠા પ્રસંગમાં મહિલાઓ સ્નાન કરી શકે તે માટે સ્નાન ઘર બનાવી આપવામાં આવ્યું હતુ, પરંતુ ધર્મેશ જરીયાએ ત્યાં આગળ સીવણ કલાસ શરૂ કરી દીધા છે. બાથરૂમની આગળ પણ પતરા નાખીને અન્ય એક રૂમ બનાવી દીધો છે, આ બાબતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ જાણ છે તો પણ તેઓ મગનું નામ મરી પાડી રહ્યાં નથી, વિસ્તારના સ્થાનિકોને આ બાબતે જાણ થઈ અને તે લોકોએ કોર્પોરેશનમાં ફરિયાદ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી.









