રાજકોટ મનપા પદાધિકારીઓનો CMએ ઉધડો લીધો છે, પદાધિકારીઓને કામ ઝડપથી કરવા CMએ ટકોર કરી છે, અધિકારીઓ નેતાઓ સાથે કામને લઈ સંકલન કરતા નથી તેવી ફરિયાદ ઉઠી હતી, તો મુખ્યમંત્રીએ કહ્યું કે, અધિકારીઓ સાથે સંકલન કરી કામ ઝડપથી પતાવવું જોઈએ, લોકોના કામની ફરિયાદ રાજકોટથી ગાંધીનગર પહોંચી હતી.


[[$googlead]]

લોકોના કામ ન થતા હોવાની ફરિયાદ CM સુધી પહોંચી

રાજકોટના મેયર, પદાધિકારીઓની મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઇ હતી જેમાં સીએમએ ટકોર કરી છે કે, વિકાસના કામો અને લોકોના કામો ઝડપથી થવા જોઈએ કોઈ કચાશ રહેવી ના જોઈએ, રાજકોટ મનપા પદાધિકારીઓનો મુખ્યમંત્રીએ ઉધડો લીધો હતો, ગઈકાલે મેયર સહિતના પદાધિકારીઓને ગાંધીનગર મુખ્યમંત્રીએ બોલાવ્યા હતા. લોકોના કામ બાબતે ફરિયાદો વધવા સાથે સંકલન બેઠકમાં ઉગ્ર ચર્ચાઓ ગાંધીનગર સુધી પહોચી હતી.

[[$alsoread]]

અધિકારીઓ સાથે સંકલન કરી લોકોના કામ ઝડપથી કરવા માટે સૂચના આપી

સંકલનની બેઠકમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓએ કામ બાબતે અધિકારીઓનો ઉધડો લીધો હતો, અધિકારીઓ પદાધિકારીઓને ગાંઠતા નથી તેવી ફરિયાદ ઉઠી હતી, લોકોના કામ નથી થતા કોર્પોરેટર વિસ્તારમાં જાય ત્યારે લોકો સવાલો કરે છે કે, અમારા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે આ વાતની મહાનગરપાલિકામાં મળેલી સંકલન ની બેઠકમાં પદાધિકારીઓ અને કોર્પોરેટરોએ તડાફડી બોલાવી હતી અને તેના પડઘા ગાંધીનગર સુધી પહોંચ્તા ગઈકાલે મહાનગરપાલિકાના પદાધિકારીઓને એકાએક તેડું આવ્યું હતું.

  • Follow us on: