ગુજરાતના રાજકારણમાં ચાલી રહેલી 'ચેલેન્જ'બાજીમાં હવે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. મોરબીના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા લલિત કગથરાએ ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વચ્ચે ચાલી રહેલી શાબ્દિક ચેલેન્જને 'બાળકોના ઝઘડા' સમાન ગણાવી બંને નેતાઓની ઝાટકણી કાઢી છે.


[[$googlead]]

મોરબીમાં ગટરો ઉભરાય છે - કથગરા

કગથરાએ જણાવ્યું હતું કે, "લોકોએ મત આપીને આ ધારાસભ્યોને જીતાડ્યા છે. તેમણે આવા છીછરા રાજકારણમાં પડવાને બદલે લોકોના વિકાસના કામોની ચેલેન્જ આપવી જોઈએ." તેમણે ઉમેર્યું હતું કે, "કાંતિભાઈ, મોરબીમાં ગટરો ઉભરાય છે, તમે એ ચેલેન્જ લો કે મોરબીનો વિકાસ કરીશું. મોરબીનો સિરામિક ઉદ્યોગ બેહાલ છે તેની ચેલેન્જ આપો."

[[$alsoread]]

વિસાવદરમાં ઇકો ઝોન મુદ્દે ચેલેન્જ આપો - કથગરા

ગોપાલ ઇટાલિયાને પણ લક્ષ્ય બનાવતા કગથરાએ કહ્યું હતું કે, "વિસાવદરમાં ઇકો ઝોન મુદ્દે ચેલેન્જ આપો. કોંગ્રેસ પાર્ટી છીછરું રાજકારણ કરતી નથી. ચેલેન્જ કામની આપવાની હોય." કગથરાએ આકરા શબ્દોમાં બંને નેતાઓની પાર્ટીને "નાટકબાજ" ગણાવતા કહ્યું હતું કે, "બંને ધારાસભ્યોને કહું છું કે આવી ચેલેન્જોની જરૂર નથી. લોકોના પ્રશ્નોના નિરાકરણની ચેલેન્જ હોવી જોઈએ." આ નિવેદનોથી ગુજરાતના રાજકારણમાં 'ચેલેન્જ'નો નવો અધ્યાય શરૂ થયો છે, જેમાં વિકાસના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિપક્ષ દ્વારા શાસક પક્ષ અને અન્ય વિપક્ષી પક્ષોને પડકાર ફેંકવામાં આવ્યો છે.


  • Follow us on: