રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે સહકારિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, સૌરાષ્ટ્રના ધારાસભ્યો અને સાંસદો રહેશે હાજર અને સૌરાષ્ટ્રની 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભા યોજાવા જઈ રહી છે, રાજકોટ જિલ્લા બેંક, ડેરી સહિતની સાધારણ સભા યોજાશે, સહકારી આગેવાનો દ્વારા શક્તિ પ્રદર્શનનો પ્રયાસ કરવામાં આવશે અને 50 હજારથી વધુ ખેડૂતો-પશુપાલકો રહેશે હાજર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટું સંમેલન છે.

[[$googlead]]

સૌરાષ્ટ્રનું સૌથી મોટું સહકારિતા સંમેલન રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજવામાં આવશે

રાજકોટના રેસકોર્ષ ખાતે આજે બપોરે ૧.૩૦ કલાકે કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં મળી રહેલા સહકાર સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને સહકારી આગેવાની ઉંમટી પડશે. કેન્દ્રીય મંત્રીના હાથે રાજકોટમાં જિલ્લા બેંક ખાતે સહકારી અગ્રણીઓ વિઠ્ઠલભાઈ રાદડિયા અને વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવનાર છે. રેસકોર્સ મળી રહેલા સહકાર સંમેલન સાથે જિલ્લા સહકારી બેંક સહિત સાત સહકારી સંસ્થાની સામાન્ય સભા પણ મળી રહી છે.

દૂધ સંઘ દ્વારા પણ મહત્વની જાહેરાત થવાની શકયતા છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા સહિતના આગેવાનો સંબોધન કરશે. આ સંમેલનમાં રાજયના મંત્રીઓ રાઘવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળીયા પણ હાજર રહેશે. ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલ, ઈફકોના ચેરમેન દિલિપભાઈ સંધાણી પણ હાજરી આપશે. જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયા દ્વારા ખેડૂતલક્ષી જાહેરાત પણ કરવામાં આવશે. દૂધ સંઘ દ્વારા પણ મહત્વની જાહેરાત થવાની શકયતા છે.
  • Follow us on: