રાજકોટના મેડિકલ કોલેજના સરકારી તબીબોને લઇ ઘટસ્ફોટ થયો હોવાની વાત સામે આવી છે, સરકારી હોસ્પિટલના ડોકટરો ખાનગી હોસ્પિટલમાં પ્રેકટિસ કરતા હોવાની વાત સામે આવી છે, જેમાં ડોકટરોના નામજોગ એક લેટર વાયરલ કરવામાં આવ્યો છે, તો સમગ્ર ઘટનામાં હોસ્પિટલના ડીને તપાસ શરૂ કરી છે.
સરકારી ડોકટર ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હોવાનો ઘટસ્ફોટ
રાજકોટમાં ડોક્ટરોના નામજોગ એક લેટર વાયરલ થયો છે જેમાં 19 જેટલા તબીબોના નામ જોગ ડીનને અરજી કરાઈ છે કે, ડોકટરો સરકારી હોસ્પિટલની સાથે સાથે ખાનગી હોસ્પિટલમાં પણ પ્રેકટિસ કરી રહ્યાં છે, આ ડોકટરો સર્જરી, મેડિસિન, રેડિયોલોજી વિભાગમાં ફરજ બજાવી રહ્યાં હોવાની વાત સામે આવી છે. તો સમગ્ર ઘટનામાં જે 19 ડોકટરોના નામ સામે આવ્યા છે તેમની પૂછપરછ કરાશે અને કાર્યવાહી સુધીના પગલા પણ ભરાઈ શકે છે.
મેડિકલ કોલેજના ડીન ડો.ભારતીનું નિવેદન
આ સમગ્ર ઘટનામાં મેડિકલ કોલેજના ડીનનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે, ડોકટરો પ્રેકટિસ કરે છે તેવા આરોપનો લેટર મળ્યો છે જેમાં તપાસ માટે કમિટી પણ રચવામાં આવશે અને તપાસ બાદ આરોગ્ય વિભાગને રીપોર્ટ સોંપવામાં આવશે, નિયમ મુજબ જે ડોકટર સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવે છે તે ડોકટર ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવી શકતા નથી, તબીબોએ બાયોમેટ્રિક હાજરી પુરાવવી ફરજિયાત છે અને સરકારી હોસ્પિટલમાં ફૂલ ટાઇમ હાજર રહેવું જરૂરી છે, સરકારી સેવાનો સવારે 9 થી 5 વાગ્યા સુધીનો સમય રહેતો હોય છે, CM સેતુમાં જે તબીબો હોય છે તેમને સરકારી સમયમાં હાજર રહેવાનું હોય છે. વાયરલ થયેલા પત્રમાં ખરેખર કેટલું સત્ય છે તે તો તપાસ બાદ જ સામે આવશે.









