રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાની ધરપકડ કરવામાં આવી ચે અને જાડેજાને પાસા હેઠળ સાબરમતી જેલમાં ધકેલાયા છે, અમરનાથ મંદિરમાં આરતી ન કરવા આપી હતી ધમકી અને રાજકોટ તાલુકા પોલીસે જાડેજાની ધરપકડ કરી છે, ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ મથકે પહોંચ્યા હતા.


[[$googlead]]

જેલમાં ધકેલી દેવાનો આદેશ કરતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો

150 ફૂટ રીંગ રોડ પર બીગ બજાર પાછળના મંદિરે મહાઆરતીનું આયોજન કરાયું હોય તેના બેનરો મંદિર બહાર લગાવેલ હોય જેથી પી.ટી.જાડેજાએ મંદિરમાં આરતી ન કરવા સ્વયંમસેવકોને ધમકી આપી બેનરો લઈ લીધા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી નોંધ્યો હતો. દરમ્યાન ગઈકાલે સાંજે 7 વાગ્યા આસપાસ પી.ટી.જાડેજાની પોલીસે તેના ઘરેથી અટકાયત કરી પોલીસ મથકે લાવવામાં આવતા મોટી સંખ્યામાં સમર્થકો ઉમટયા હતા. પરંતુ પોલીસ કમિશનરના આદેશ બાદ પાસા તળે સાબરમતી જેલમાં ધકેલી દેવાનો આદેશ કરતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

[[$alsoread]]

પી.ટી.જાડેજાને સાબરમતી જેલમાં ધકેલાયા

નવ જયોતપાર્ક શેરી નં ૪માં રહેતા જસ્મીનભાઈ ભરતભાઈ મકવાણા નામના વેપારીએ તાલુકા પોલીસમાં પ્રવિણસિંહ ટપુભા જાડેજા (પી.ટી.જાડેજા) સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે બીગ બજાર પાછળ આવેલ અમરનાથ મંદિરમાં દર સોમવારે મહાઆરતીનું આયોજન થાય છે. ગત.તા.૨૧ના સોસાયટીના લોકો દ્વારા મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવનાર હોય જે બાબતે મંદિર બહાર અમરનાથ યુવા ગ્રુપ દ્વારા આયોજીત મહાઆરતી લખેલું એક બોર્ડ બેનર લગાડવામાં આવેલ હોય જેથી પી.ટી.એ મને ફોન કરી આરતી ન કરવા ધમકાવેલ હતો. બાદ રાત્રીના ફરિ ફોન કરી કહ્યું કે કાલે મંદિરમાં આરતી કરતા નહીં નહીંતર લોહીયાળ ક્રાંતિ થશે અને હું મંદિરમાં તાળુ મારી દઈશ અને તુ તો હવે મંદિરમાં આવતો જ નહી તને તો હું જોઈ જ લઈશ.

  • Follow us on: