રાજકોટમાં ભેળસેળ કરતા તત્વો સામે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, નવરાત્રિના તહેવાર દરમિયાન 36 સ્થળે મીઠાઈ , ફરસાણના નમૂના લેવામાં આવ્યા છે, મલાઈ કેક, જલેબી, પનીર લાડુ, જેલી હલવો, ટોપરાપાક, પિસ્તા જાંબુ, મીઠા સાટા સહિતના નમૂના લેવામાં આવ્યા છે. લોકોએ આ ફૂડ આરોગી પણ લીધુ છે અને તેના રિપોર્ટ દિવાળી બાદ આવશે અને તે રીપોર્ટના આધારે મનપા ફરીથી કાર્યવાહી કરશે તેવી વાત પણ સામે આવી છે.


[[$googlead]]

રાજકોટ પાલિકાની ટીમ 36 જગ્યાએથી ફૂડના નમૂના લીધા

મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન તહેવારને અનુલક્ષીને અલગ અલગ વિસ્તારમાં આવેલ મીઠાઈ તથા ફરસાણના વિક્રેતાઓના 44 એકમો તપાસવામાં આવ્યા હતા અને 36 સ્થળેથી મીઠાઈ અને ફરસાણના નમૂના લઈ પૃથ્થકરણ માટે મોકલાયા હતા. શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરસાણ અને મીઠાઈના મોટા પાયે વેપાર કરતી પેઢીઓ ઉપર ચકાસણી કરીને આરોગ્યપ્રદ સ્થિતિ જાળવવા તાકિદ પણ કરવામાં આવી હતી.

રામેશ્વર ફરસાણ ખાતેથી જલેબી, પટેલ ફરસાણ ખાતેથી જલેબીના નમૂના લેવાયા હતા

મહાપાલિકા દ્વારા અશકો વિજય ડેરી ફાર્મ કોઠારીયા મેઈન રોડ ખાતેથી પિસ્તા લાડુ, ક્રિષ્ના જાંબુ વાણીયાવાડી મેઈન રોડ ખાતેથી મલાઈ કેક, વૃંદાવન ડેરી ભક્તિનગર ચોક ખાતેથી કાજુ કતરી અનેધારી ભગવતી ફરસાણ ગોવિંદ બાગ પેડક રોડ ખાતેથી તીખી પાપડ઼ી અને ટીકડી સાટા, પેડક રોડના જય જલારામ સ્વીટ એન્ડ ફરસાણ ખાતેથી મીઠા સાટા અને પકવાન, બાલીજી ફરસાણ ખાતેથી જલેબી અને તીખી પાપડી, ન્યુ ભારત સ્વીટ માર્ટ ખાતેથી ટીકડી મીઠા સાટા, ટોપરાનો મેસુબ, શ્રીનાથજી ફરસાણ માર્ટ ખાતેથી મીઠા સાટા અને પાપડી ગાંઠીયા, ભગવતી સ્વીટ એન્ડ નમકિન સદગુરુ તીર્થધામ રૈયા રોડ ખાતેથી ફાફડા ગાંઠીયા અને મીઠા સાટા, પારસ સ્વીટ માર્ટ હનુમાન મઢી ચોક ખાતેથી પાપડી ગાંઠીયા અને મીઠા સાટા, રૈયા રોડના હરભોલે ડેરી ખાતેથી જલેબી અને મીઠા સાટા, મ્યુરલીધર સ્વીટમાર્ટ ખાતેથી ફાફડા ગાંઠીયા અને જલેબી.સ્વામીનારાયણ ચોક હરિકૃષ્ણ બેકરી અને નમકીન ખાતેથી ફાફડા અને જય બાલાજી ફરસામાંથી જલેબી, આશા ફરસાણ ખાતેથી પનીર લાડુ, રામેશ્વર ફરસાણ ખાતેથી જલેબી, પટેલ ફરસાણ ખાતેથી જલેબીના નમૂના લેવાયા હતા.

[[$alsoread]]

પંચનાથ નમકીન સેન્ટરમાંથી જલેબી અને ફાફડાના નમૂના લેવામાં આવ્યા હતા

કૃષ્ણનગર મેઈન રોડ ગુરૂપ્રસાદ ચોક ભગવતી ફરસાણ ખાતેથી જેલી હલવો, પપૈયાવાડીના પારસ એપાર્ટમેન્ટમાં આવેલી શ્રી ખોડીયાર ડેરીફાર્મમાંથી ટોપરા પાક, ગોકલુધામ મેઈન રોડ ખાતે આવાસ યોજના સામે આવેલી જય સિયારામ ફરસાણમાંથી મેસુબ, સદર બજાર મેઈન રોડના પંચનાથ નમકીન સેન્ટરમાંથી જલેબી અને ફાફડાના નમૂના લેવામાં આવ્યા હતા. 

  • Follow us on: