સિંગતેલ, કપાસિયા અને પામતેલના ભાવમાં વધારો થયો છે, 15 દિવસમાં કપાસિયા તેલના ભાવમાં રૂ. 110નો વધારો થયો છે, સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 70નો વધારો થયો છે, પામતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 50 રૂપિયાનો વધારો થયો છે, સિંગતેલના ડબ્બાનો ભાવ 2435 થી 2485 રુ. થયો છે.
કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2270થી 2320 રુ. થયો
કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2270થી 2320 રુ. થયો છે, પામતેલના ડબ્બાનો ભાવ વધીને 1960 થી 1970 રુ. થયો છે. સાતમ આઠમના તહેવારો પહેલા જ સિંગતેલ, કપાસિયા અને પામતેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓમાં ચિંતાનો માહોલ છે, દર વર્ષે સાતમ આઠમના તહેવારો પહેલા સિંગતેલ કપાસિયા તેલના ભાવમાં વધારો થાય છે. તહેવારો સમયે સિંગતેલનો ડબ્બો 2500 રૂપિયાની નજીક પહોંચ્યો છે, સૌથી વધુ વપરાતા પામતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 50 રૂપિયાનો વધારો થયો છે.
મગફળીનો પાક ભારે વરસાદના કારણે નિષ્ફળ ગયો !
સૌરાષ્ટ્રમાં આવેલ ભાવનગર, અમરેલી, રાજકોટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. સારા વરસાદના કારણે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે. જો કે,સતત વરસાદના કારણે મગફળીના પાકમાં રોગ આવી જતા મગફળીનો પાક પીળો થતો જોવા મળી રહ્યો છે. મગફળીમાં મુંડા આવવાના કારણે મગફળી પીળાશ પડતી થવા લાગે છે અને આખરે મગફળીનો છોડ સુકાઈને નષ્ટ થઈ જાય છે. જેથી ઉત્પાદનમાં ઘટાડો થતા ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવે છે.









