રાજકોટમાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે, સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં રૂ. 80 વધ્યા છે, સીંગતેલના ડબ્બાનો ભાવ વધીને રૂ.2450 થયો છે, અગાઉ સીંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2380 હતો અને કપાસિયા તેલના ડબ્બાનો ભાવ વધીને રૂ. 2300 થયો છે, ગૃહિણીઓના બજેટ પર તેની અસર જોવા મળી છે.


[[$googlead]]

ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો

રાજકોટ ખાદ્યતેલના બજારમાં સીંગતેલ અને કપાસિયા તેલના ડબ્બે એકા એક 80 રૂપિયાનો વધારો થયો છે, તહેવાર નજીક આવતા કૃત્રિમ તેજી શરૂ થઈ છે સીંગતેલ અને કપાસિયા બન્નેના ભાવમા વધારો નોંધાયો છે, સિીગતેલનો ડબ્બો 2380થી વધીને 2450 રૂપિયે પહોચ્યો છે, કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2220થી વધીને 2300 સુધી પહોચ્યો છે, જન્માષ્ટમીથી દિવાળી સુધી તહેવારની સિઝન દરમિયાન ખાદ્યતેલના ભાવ કૃત્રિમ રીતે વધતા હોય છે.

[[$alsoread]]

મગફળીના પાક ભારે વરસાદના કારણે નિષ્ફળ !

સૌરાષ્ટ્રમાં આવેલ ભાવનગર, અમરેલી, રાજકોટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. સારા વરસાદના કારણે ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે. જો કે,સતત વરસાદના કારણે મગફળીના પાકમાં રોગ આવી જતા મગફળીનો પાક પીળો થતો જોવા મળી રહ્યો છે. મગફળીમાં મુંડા આવવાના કારણે મગફળી પીળાશ પડતી થવા લાગે છે અને આખરે મગફળીનો છોડ સુકાઈને નષ્ટ થઈ જાય છે. જેથી ઉત્પાદનમાં ઘટાડો થતા ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવે છે.

 

  • Follow us on: