રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણવાવ ગામમાં અજ્ઞાત જંતુ કરડવાથી વધુ એક વ્યક્તિનું મોત થયું હોવાની વાત સામે આવી છે, તો અત્યાર સુધીમાં 3 લોકોના ઝેરી જંતુ કરડવાથી મોત થયા હોવાની વાત સામે આવી છે, આરોગ્ય તંત્ર હજુ સુધી આ બિમારીને ડામવા માટે નિષ્ફળ હોય તેમ લાગી રહ્યું છે.
પગમાં જંતુ કરડી જાય છે અને ફોલ્લા પડે છે
રાજકોટ જિલ્લાના ધોરાજીના પાટણવાવ ગામમાં અજ્ઞાત રહસ્ય જંતુ કરડવાના બનાવો બન્યા બાદ બે દર્દીઓના મોત થયા બાદ આજરોજ ત્રીજુ મોત નિપજ્યું છે, ધોરાજીના પાટણવાવ ગામમાં અજ્ઞાત રહસ્ય જંતુ કરડી જવાથી ઘણા દર્દીઓને પગમાં સોજા ચડવા ફોલ્લા પડી જવા અને રસી થઈ જવાથી દર્દીઓને અસહ્ય દુખાવો થવો અને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને આ ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું હતું અને રસીના સેમ્પલ લઈને દવાઓ આપી અને આ બિમારી આગળ ન વધે તેવા પ્રયત્નો કર્યા બાદ પણ આરોગ્ય વિભાગ હજુ અજ્ઞાત રહસ્ય જંતુ કરડવાની ઘટનાને રોકી શકાય નથી.
પાટણવાવ ગામમાં અજ્ઞાત જંતુ કરડી જતાં મોત પણ થયાના બનાવો બન્યા હતા
આજ રીતે જામકંડોરણા તાલુકાના ધોરીધાર ગામમાં પણ અજ્ઞાત જંતુ કરડવાના બનાવ જોવા મળેલ અને આરોગ્ય વિભાગ ત્યાં પણ દોડતું થયું હતું અને જામકંડોરણા તાલુકાના ધોરીધાર હોય કે ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ આ અજ્ઞાત જંતુ કરડવાના બનાવમાં આરોગ્ય વિભાગ કોઈ યોગ્ય કે કારણ જાણી શકાયું નથી ત્યાં પાટણવાવ ગામમાં રહેતા જીવરાજ ભાઈ માવજીભાઈ ભીમાણી ઉ. 83ને થોડાં દિવસો અગાઉ અજ્ઞાત જંતુ કરડી ગયેલ હતું પાટણવાવથી ઉપલેટા અને રાજકોટ આમ ત્રણ ગામમાં હોસ્પિટલમાં દાખલ કરાયા અને સારવાર કરાવી રહયા હતા અને આજ રોજ જીવરાજ ભાઈ માવજીભાઈ ભીમાણીનું મોત થયું છે.
આરોગ્ય વિભાગ યોગ્ય ધ્યાન આપીને આ બિમારીને દૂર કરે તે જરૂરી છે
પાટણવાવ ગામમાં આ અજ્ઞાત જંતુના ડર અને દહેશતથી પાટણવાવ ગામમાં ભયનો માહોલ સર્જાયો છે, ત્યારે પરીવારજનો અને ગામના લોકોને આ અજ્ઞાત જંતુથી કંઈ રીતે બચવું એ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે ત્યારે વૃધ્ધ જીવરાજ ભાઈ માવજીભાઈ ભીમાણીનાં પરીવાર સરકાર અને આરોગ્ય વિભાગ પાસે માગ કરી રહ્યા છે કે, આ અજ્ઞાત જંતુ કરવાનાં દર્દીઓને હોસ્પિટલમાં જે ખર્ચ કરવામાં આવી રહયો છે તેનો ખર્ચ અને આ બિમારીને કારણે જે લોકો કે દર્દી ઓનાં મૃત્યુ પામનારને યોગ્ય સહાય કે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ આ અજ્ઞાત રહસ્ય જંતુના ત્રાસ અને બિમારીને ડામવા માટે યોગ્ય આયોજન કરવામાં આવે એમ પણ જણાવ્યું હતું.