ગુજરાતમાં અભ્યાસ અર્થે વિદેશથી અનેક વિદ્યાર્થીઓ આવે છે. આ વિદ્યાર્થીઓ દ્વારા અનેક વખત વિવાદો ઉભા થાય છે. રાજકોટમાં આફ્રિકાના વિદ્યાર્થીઓ પર રતનપુર,ગૌરીદળ,હડાળાના ગ્રામજનોએ ગંભીર આરોપો લગાવ્યા હતાં. લોકોએ આરોપ લગાવતા કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ અનૈતિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. રાત્રે ઘોંઘાટ અને નશા સાથે પાર્ટીઓ કરે છે. પ્રતિબંધિત ખોરાક ખાતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત દારુ અને ડ્રગ્સનું સેવન કરતા હોવાનો પણ લોકોએ આરોપ લગાવ્યો છે.


[[$googlead]]

આફ્રિકન મૂળના વિદ્યાર્થીઓએ આતંક મચાવ્યો હોવાનો બનાવ

રાજકોટના રતનપર, ગૌરીદળ, હડાળા સહિતના વિસ્તારોમાં આફ્રિકન મૂળના વિદ્યાર્થીઓએ આતંક મચાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ગ્રામજનોએ આફ્રિકન મૂળના વિદ્યાર્થીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. ગ્રામજનોએ કહ્યું હતું કે, આફ્રિકન મૂળના અનેક વિદ્યાર્થીઓ અનૈતિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. રાત્રીના સમયે ઘોંઘાટ અને નશા સાથે પાર્ટીઓ કરે છે. પ્રતિબંધિત ખોરાક આરોગતા હોવાનો પણ લોકોએ આરોપ લગાવ્યો હતો. ગ્રામજનોએ આરોપ લગાવતા કહ્યું હતું કે, આફ્રિકાની યુવતીઓ અનૈતિક પ્રવૃત્તિઓ તો યુવકો નશા સાથે જોડાયેલા છે.

[[$alsoread]]

આફ્રિકન વિદ્યાર્થીઓએ પોતાનો બચાવ કર્યો

ગ્રામજનોના આરોપ બાદ આફ્રિકન વિદ્યાર્થીઓએ પોતાનો બચાવ કરતાં કહ્યું હતું કે, અમે અહીં ભણવા માટે આવ્યા છીએ. લોકોનું કલ્ચર અને પ્રવૃત્તિ અલગ હોઈ શકે છે. વેશ્યાવૃત્તિ અને નશો કે ડોગ મીટ જેવી પ્રવૃત્તિ સાથે અમે સંકળાયેલા નથી. અમે કોઇ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નથી. હજી સુધી આ ઘટનામાં પોલીસ ફરિયાદ કે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી.


  • Follow us on: