રાજકોટ મનપા દ્વારા અપાતુ પાણી અશુદ્ધ હોવાની વાત સામે આવી છે, બે મહિનામાં લીધેલા પાણીના 26 નમૂના ફેલ થયા છે, પાણી અશુદ્ધ હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે જેમાં શહેરના બે ડઝન વિસ્તારોમાં અશુદ્ધ પાણીનું વિતરણ થયું હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે, જગનાથ,રાધાનગર વિસ્તારમાં અશુદ્ધ પાણીનું વિતરણ કરાયું છે, નારાયણનગર, જંગલેશ્વર વિસ્તારમાં અશુદ્ધ પાણીનું વિતરણ કરાયું છે અને ભક્તિનગર સહિતના વિસ્તારોમાં અશુદ્ધ પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે.


[[$googlead]]

રાજકોટના આ વિસ્તારમાં અશુદ્ધ પાણીનું વિતરણ થયુ હોવાની શંકા સેવાઈ રહી છે

રાધાનગર, ગોવિંદરત્ન આવાસ, જાગનાથ શેરી નં.25, શક્તિ સોસાયટી, ન્યૂ શક્તિ સોસાયટી શેરી નં.2, કામનાથ શેરી નં.1, આદિત્ય પાર્ક, વિજયનગર, આશાપુરા શેરી નં.17, કિરણનગર શેરી નં.5, ઉદયનગર, મારુતિનંદન, કોઠારિયા કોલોની, ભવનાથ પાર્ક શેરી નં.1, શેરી નં.2, રંગીલા પાર્ક શેરી નં.3, કોઠારિયા મેઇન રોડ ક્વાર્ટર બી.6, બી.8, નારાયણનગર 10, નારાયણનગર સેન્ટરની પાછળ, રાજીવનગર, હુડકો ક્વાર્ટર નં.એ-35, બી-8, જંગલેશ્વર 18, ન્યૂ સાગર સોસાયટી 5, ભક્તિનગર સ્ટેશન શાળા નં.28ની પાસે.

[[$alsoread]]

રોગચાળો વધુ ફેલાય તેવી શકયતા

રાજકોટમાં પાણીના નમૂના ફેલ થયા હોવાની વાત સામે આવી છે જેમાં પાણી ખરાબ હોવાના કારણે રોગચાળો પણ ફેલાવાની શકયતા રહી છે, રાજકોટ મ્યુ.કોર્પોરેશન દ્વારા અલગ-અલગ કામગીરી કરાઈ રહી છે ત્યારે આ ગંદા પાણીના કારણે સ્થાનિકોની શું હાલત થઈ હશે અને સ્થાનિકો બીમાર પડશે તો તેની જવાબદારી કોની રહેશે ? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને ક્લોરિન કરેલું શુદ્ધ પાણી વિતરણ કરવામાં આવે છે અને તેમાં તા.2 જૂનથી તા.27 જુલાઇ સુધીના સમયગાળામાં મહાનગરપાલિકાએ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી પાણીના 4708 નમૂના લીધા હતા.

  • Follow us on: