રાજકોટમાં અત્ર ત્રત અને સર્વત્ર જાણે ભેળસળિયા ખાદ્ય પદાર્થ વેચાતા હોય તેમ એક બે નહિ પણ સાત સાત નમૂનામાં ભેળસેળ મળી છે. દૂધ, પનીર, ફરાળી લોટ, મંચુરીયન બોલ, મુખવાસ સહિતના નમૂનામાં ભેળસેળ મળી આવી છે. મનપાની ફૂડ શાખાએ ભેળસેળીયા ધંધાર્થીઓ સામે કેસ દાખલ કરતા એજયુડિકેટીંગ કેસ ચલાવીને દંડ ફટકારાયા છે.


સોરઠિયા વાડી 80ફૂટના રોડ ઉપર આવેલ અજેન્દ્ર ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂનામાં ફોરેન ફેટની હાજરી મળી આવતા કેસ ચલાવીને પેઢીના સંચાલક વિજયભાઈ વિનોદભાઈ અગ્રાવત અને માલિક રાજેન્દ્ર શીવાભાઈ ઢાંકેચાને રૂ.1લાખનો દંડ ફટકારાયો હતો. ગાંધીગ્રામમાં સત્યનારાયણ શેરીમાં આવેલી હિરવા હેલ્થકેર ધારેશ્વર કૃપામાં તપાસ કરી મવ્હીર ન્યુટ્રીશ્યન ફૂડ સપ્લીમેન્ટમાં મેન્થીકોલ્બામીનની હાજરી મળતા રૂ.42,000નો દંડ ફટકારાયો હતો.

કઈ પેઢીના નમૂનામાં શું ભેળસેળ :

અજેન્દ્ર ડેરીફાર્મ : સોરઠીયાવાડી ચોક - પનીરમાં ફોરેન ફેટ મળ્યું,

હિરવા હેલ્થકેર : ગાંધીગ્રામ - ન્યુટ્રીશન સપ્લીમેન્ટમાં ભેળસેળ,

રેડ એપલ ગાર્ડન રેસ્ટોરંટ : પંચેશઅવર પાર્ક-મંચુરીયન ફ્રાઈડમાં સિન્થેટીક રંગ,

રાધે કેટરર્સ : રૈયા રોડ- ફરાળી લોટમાં મકાઈના લોટની ભેળસેળ,

ખોડીયાર ડેરીફાર્મ એન્ડ નમકીન : પુષ્કરધામ રોડ-દૂધમાં વેજીટેબલ ફેટ,

પ્રકાશ સ્ટોર : નવા નાકા રોડ - નંદા મુખવાસમાં સિન્થેટીક રંગ,

પ્રકાશ સ્ટોર : નવા નાકા રોડ-મીઠા મુખવાસમાં સિન્થેટીક રંગ.

  • Follow us on: