રાજય સરકાર 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા એમ ચાર સ્થળોએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફ્રન્સ (VGRC)નું આયોજન કરી રહી છે.


મહેસાણામાં રિજનલ કોન્ફ્રન્સની સફ્ળતા બાદ હવે ગુજરાત સરકાર રાજકોટ ખાતે બીજી કોન્ફ્રન્સ 8 અને 9 જાન્યુઆરી 2026માં રાજકોટમાં યોજી રહી છે. બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફ્રન્સ (VGRC) કચ્છ અને સૌરાષ્ટ્ર કેન્દ્રિત છે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફ્રન્સ એ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) મૉડેલનું વિસ્તરણ છે. દરેક રિજનલ કોન્ફ્રન્સનો હેતુ પ્રદેશની ક્ષમતાને ઉજાગર કરવાનો અને તેના વિકાસને વેગ આપવાનો છે. દરેક રિજનલ કોન્ફ્રન્સ પહેલાં એક દિવસીય જિલ્લા સ્તરના કાર્યક્રમનું આયોજન કરાશે. જેમાં સ્થાનિક તકો અને પહેલોને ઉજાગર કરાશે. બીજી વાઇબ્રન્ટ રિજનલ કોન્ફ્રન્સ (VGRC)નું આયોજન રાજકોટ શહેરમાં 8 અને 9 જાન્યુઆરી, 2026ના રોજ થશે. આ કોન્ફ્રન્સનો હેતુ સ્થાનિક ઉદ્યોગોના વિકાસ માટે તેને વ્યાપક બજારો અને ભાગીદારો સાથે જોડવાનો છે. આ કોન્ફ્રન્સમાં કૃષિ, ખાણકામ, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસ જેવા મુખ્ય વિષયો પર સેમિનાર યોજાશે. આ કાર્યક્રમમાં MSME કોન્ક્લેવ, રિવર્સ બાયર સેલર મીટ (RBSM), અને વિવિધ પ્રદર્શનો અને ટ્રેડ ફેર (વ્યાપાર માટેના મેળાઓ) યોજાશે.


  • Follow us on: