રાજકોટના રાજમાર્ગો ઉપર ખાડાઓને કારણે રોજ અકસ્માતો થઈ રહ્યા છે. ખાડાના સમારકામ મામલે મનપાના શાસકો મોટી મોટી ખોટી વાતો કરવામાંથી ઉંચા નથી આવતા અને બીજી તરફ જનતાનો રોષ ઉગ્ર થતો જાય છે.
અગાઉ ખાડામાં ભાજપના ઝંડા અને આગેવાનોના ફોટા મૂકીને ત્રંબા પાસે કોંગ્રેસ અને ગ્રામજનોએ વિરોધ કર્યા બાદ આજે 150 ફૂટ રીંગ રોડ ઉપરના બાલાજી હોલ વિસ્તારના રસ્તામાં પડેલા ખાડામા સુઈ જઈ ચક્કાજામ કરી લોકોએ વિરોધ કર્યો છે. લોકોએ રસ્તા રોકી દેતા પોલીસે દોડવું પડયું હતું. શહેરમાં 1,800 ચો.મી.થી વધુ ખાડા પડયાનું મપાના સરવેમાં બહાર આવ્યું હતું. લોકો દ્વારા મહાપાલિકા સામે રોષ વ્યકત કરતા દેખાવો કરવા સાથે ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી. 150 ફૂટ રીંગરોડમાં પણ ખાડા છે અને તેના રિપેરીંગ માટે પણ અગાઉ રજૂઆતો થઈ છે.










